સપનાનાં વાવેતર - 34

(55)
  • 4.8k
  • 1
  • 3.3k

સપનાનાં વાવેતર પ્રકરણ 34બપોરે ત્રણ વાગે ત્રણ જણની ત્રિપુટી મુવી જોવા માટે કોસ્મોપ્લેક્સ સિનેમામાં પહોંચી ગઈ પરંતુ નસીબ બે ડગલાં આગળ હતું. એડવાન્સ બુકિંગ કરેલું ન હોવાથી અને ફિલ્મ ખૂબ જ લોકપ્રિય થવાથી થિયેટરમાં હાઉસફુલનું પાટિયું મૂકેલું હતું. હવે તો પહેલાંની જેમ બ્લેકમાં પણ ટિકિટો મળતી ન હતી. યુગ જ બદલાઈ ગયો હતો. " હવે શું કરીશું જીજુ ? ટિકિટ મળવાની તો હવે કોઈ જ આશા દેખાતી નથી અને બીજી કોઈ ફિલ્મ જોવામાં મને રસ નથી." શ્રુતિ નિરાશ થઈને બોલી. અચાનક અનિકેતને ગુરુજીના શબ્દો યાદ આવ્યા કે સિદ્ધિ મળ્યા પછી હવે તારા માટે કોઈપણ કામ અશક્ય નથી." આપણે આ બાજુ