ચાર થી પાંચ વખત અપેક્ષાએ ધીમંત શેઠનો મોબાઈલ ફોન લગાવ્યો હતો.. પરંતુ તે સ્વીચ ઓફ જ હતો.. લાલજી અપેક્ષાને ચિંતા નહીં કરવા અને જમવાનું જમી લેવા સમજાવી રહ્યો હતો.. પરંતુ ચિંતામાં મુકાઈ ગયેલી અપેક્ષાના ગળે એકપણ કોળિયો ઉતરે તેમ નહોતો.. લાલજીભાઈને જમવાનું કહીને પોતે જમ્યા વગર જ કંટાળીને પોતાના બેડરૂમમાં ચાલી ગઈ.. અને સૂઈ જવાનો નિરર્થક પ્રયત્ન કરવા લાગી... હવે આગળ.... એ રાત્રે ધીમંત શેઠ દોઢ વાગ્યે ઘરે આવ્યા.. લાલજીભાઈએ જ ઘરનો દરવાજો ખોલ્યો અને ધીમંત શેઠને જણાવ્યું પણ ખરું કે અપેક્ષા મેડમ તમારી રાહ જોઈને જમવાનું જમ્યા વગર જ સૂઈ ગયા છે. ધીમંત શેઠ પણ થાકેલા પાકેલા અપેક્ષાની બાજુમાં