સંધ્યા - 51

  • 2.5k
  • 1.2k

સંધ્યાની જયારે લગ્ન બાદ વિદાય થઈ હતી ત્યારે જે તકલીફ થઈ હતી એના કરતા અનેકગણી તકલીફ અત્યારે પંકજભાઈ, દક્ષાબહેન અને સુનીલને થઈ રહી હતી. સંધ્યાને એક કોમળ ફૂલ સમાન ઉછેરી હતી, અને હવે જયારે એ પહાડ જેવી જિંદગીની તકલીફો એકલા હાથે સંધ્યાએ દૂર કરવાની હોય એ એમના ત્રણેયથી સહન થતું નહોતું જ! પણ કદાચ કર્મ જ બધાનું એવું હશે કે, એમને ભોગવ્યા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો!સંધ્યા પોતાના ભાડાના ઘરમાં પ્રવેશી હતી. હા, ઘર ઘણું નાનું હતું પણ હવે એને અહીંથી કોઈ જાકારો કરે એવો કોઈ અવકાશ ન હોવાથી પારાવાર સંતોષ હતો. વળી સૂરજનો એના અંશ રૂપી ધબકતો અહેસાસ એને