સંધ્યા - 48

  • 2.2k
  • 1
  • 1.2k

પંક્તિના મમ્મી પંક્તિ પાસે ગયા હતા. પંક્તિ બેબીને પોતાની પડખે રાખીને સૂતી હતી. પંક્તિએ મમ્મીને જોયું કે, તરત જ એની આંખમાં ઝરઝરીયા આવી ગયા હતા. થોડીવાર પંક્તિને એમણે હળવી થવા દીધી હતી. પછી તેઓ દીકરીને બોલ્યા, "આજે તે જે વર્તન કર્યું એ ખરેખર ખુબ જ ખરાબ કર્યું છે.""એ સંધ્યાએ તમને આટલી વારમાં મારા માટે કાનભંભેરણી પણ કરી દીધી?" ગુસ્સા સાથે પંક્તિ બોલી હતી."સંધ્યા એક શબ્દ પણ બોલી નથી. પણ આજે ખરેખર મને અફસોસ છે કે તું મારુ બાળક છે. તું પણ મારી દીકરી જ છે, મેં પણ તારા જન્મ સમયે આવું કર્યું હોત તો? હજુ સ્વભાવ બદલી નાખ! મેં ક્યારેય