" આ સોનુ ખરેખર કામવાળી છે?" અનન્યા એમના પહેરવેશને નિહાળતી બોલી. " હમમ..મને તો લાગે છે આકાશનું જરૂર આની સાથે કોઈ ચક્કર ચાલે છે.." સિતાઇને જોઇ રહી કિંજલે કહ્યું.સોનુ વિશેનો ટોપિક બંને વચ્ચે ખૂબ લાંબો ચાલ્યો પણ અંતે કવેશ્ચન માર્ક સિવાય બીજું કંઈ ન મળ્યું. આકાશ આછો ગુલાબી શર્ટ પહેરી પરફ્યુમ છાંટીને બહાર આવ્યો. " થઈ ગઈ વાતો?" હાથની બાયુ વાળતા આકાશે કહ્યું. " વાત તો હજી કરવાની છે, આવ બેસ.." અનન્યા થોડી બાજુમાં ખસી અને આકાશને બેસવા માટે જગ્યા કરી. હાશકારો અનુભવતો આકાશ બેસ્યો અને કહ્યું, " બોલો હવે.. હું એકદમ રેડી છું..." " આકાશ, મેં કાલે મારા ફેમિલીને