પ્રેમ સમાધિ - પ્રકરણ-33

(33)
  • 3.2k
  • 3
  • 2.2k

પ્રેમ સમાધિપાર્ટ – 33પોલીસ પટેલ કલરવને સાથે લઈને એનાં ઘરે પહોંચ્યાં તેઓ હવાલદાર સાથે જીપમાં હતાં. પાછળ શબવાહીનીમાં બે શબ... ઘર આંગણે પોલીસ જીપ અને શબવાહીની આવી આડોસ પાડોશ અને ફળીયામાં બધાં ઘરનાં બારણાં બારીઓ ખુલવા માંડી. પાડોશમાં રહેતાં રમામાસી પહેલાં ઘરની બહાર નીકળી કલરવ પાસે આવી ગયાં. કલરવને વળગાવી રડી પડ્યાં. કલરવ પણ હવે છુટા મોંએ રડી ઉઠ્યો... આજુબાજુનાં ઘરમાંથી ધીરે ધીરે બધાં માણસો આવવા લાગ્યા. બધાનાં મુખે એકજ વાત હતી એવું શું થયું કે આવા સાલસ ભલા માણસનાં કુટુંબને ગોળીએ દીધાં? એમણે શું બગાડેલું ? અને શંકરનાથ ક્યાં છે ? ત્યાં પોલીસ પટેલ પાસે આવી એક દાદાએ પૂછ્યું