સંધ્યા - 39

  • 2.2k
  • 1
  • 1.2k

સંધ્યા પોતાનું સિલાઈનું કામ પતાવી ફ્રી થઈ ત્યાં જ તેને અભિમન્યુને લેવા જવાનો સમય થઈ ગયો હતો. એ અભિમન્યુને લેવા ગઈ ત્યારે તેણે અભિમન્યુના ટીચરને અભિમન્યુનું કેવું સ્કૂલમાં ધ્યાન હોય છે એ બાબતે અમુક પૂછપરછ કરી હતી. અભિમન્યુના મેડમ બોલ્યા, "એ ખૂબ હોશિયાર છે. એક વખત એને કોઈ પણ બાબત શીખવાડીએ પછી એને ફરી ક્યારેય એ સમજાવવી પડતી નથી. મારા જીવનમાં જોયેલું આટલું હોશિયાર બાળક કદાચ અભિમન્યુ પહેલો જ હશે! ભણવામાં જ હોશિયાર છે એવું નથી પણ ચોખ્ખાઈ, સમજદારી, મદદ કરવી, અને નિ:સ્વાર્થ ભાવે બધા સાથે હળીમળી જવું એ બાબત એની ખૂબ બધાથી અનોખી જ છે. તમે ખુબ ભાગ્યશાળી છો