રામાયણના રામની સાચી વિગત જાણવી હોય તો માત્ર વાલ્મીકિ રામાયણ જ વાચન કરો.બાકીની રામાયણ હરિરસ ઉત્પન્ન કરવા માટે છે.વાલ્મીકિ રામાયણ એ એક ઇતિહાસ છે કેમકે રામકાળ વખતે આ ઋષિ હતા જેમણે માનવજીવન અને કુટુંબ જીવન ઉદ્દાત કેમ બને તેનું સચોટ અને સત્ય નિરૂપણ કરેલ છે.વાલ્મીકિ ઋષિને આ રામાયણ લખવા માટેમગજના સાતમે પરદે સ્વાર્થ ન્હોતો અને વાલ્મીકિ રામાયણની કથા કરી રૂપિયા કમાવવા માટે રચના નથી કરી.માનવમાંથી માનવરત્ન અને દેવત્વ તરફ કેમ જવુ તેનું તાદ્રશ નિરૂપણ કરેલું છે.કિસ્કીન્ધા કાંડ વાચન કરતાં તો એમ જ લાગે કે સીતાના