પ્રેમ સમાધિ - પ્રકરણ-32

(31)
  • 3.1k
  • 2
  • 2.1k

પ્રેમ સમાધિપાર્ટ – 32પોલીસ પટેલ શંકરનાથ સાથે વાત કરી રહેલાં અને ફોન કપાયો. એ દિંગ્મૂઢ થઈને કલરવ સામે જોવાં લાગ્યાં... એમનાં હાથમાં ફોન એમજ રહ્યો. કલરવે પૂછ્યું અંકલ પાપા એ શું કીધું ? ફોન કપાઈ ગયો ?મારે વાત કરવી હતી... હું અહીં એકલો...એમણે..”. પોલીસ પટેલે કહ્યું તારા બાપે દુશમની વ્હોરી પોતાનું કુટુંબ રગદોળી... બરબાદ કર્યું હું આગળ વાત કરું એ પહેલાં તો ફોન કાપી નાંખ્યો... એમને તારી પણ ચિંતા નથી ? આ તો બાપ છે કે સાપ ? પોતાની દુશ્મની અને ગુનામરકીમાં એ માણસ...” પોલીસ પટેલ ગુસ્સાથી ધ્રુજી રહેલાં... પોલીસ પટેલ કલરવની સામે જોઈ ક્રોધથી બોલી રહેલાં. કલરવની આંખમાં આંસુ