નો ગર્લ્સ અલાઉડ - ભાગ 11

  • 4k
  • 2.9k

સવારના અલાર્મ વાગતાની સાથે જ અનન્યા આળસ મરડતી ઊભી થઈ. એક બે બગાસું ખાતા અનન્યાને ખ્યાલ આવ્યો કે એ બુક વાંચતા વાંચતા જ સૂઈ ગઈ હતી. તેણે બાજુમાં ખુલ્લી પડેલી બુકને ફરી હાથમાં લીધી. વાંચવાનું ફરી શરૂઆત કરવા જતી જ હતી કે કડવી બેન સાદ આપતા બોલ્યા. " અનુ ઊભી થઈ ગઈ હોય તો ચાલ નાસ્તો કરવા!" " હા મમ્મી હમણાં આવી.." અનન્યા એ જવાબ આપતા કહ્યું. ' આદિત્ય તને અને તારી બુકને તો હું પછી જોવ છું બાય...' એટલું કહીને અનન્યા બાથરૂમમાં ફ્રેશ થવા નીકળી ગઈ.રમણીકભાઈ પેપર વાંચતા વાંચતા ચાની ચૂસકી લઈ રહ્યા હતા. એમની ચૂસકીના અવાજથી પરેશાન કડવી