પ્રેમનો વહેમ - ભાગ 7

  • 2.4k
  • 1.4k

ભાગ 7 પ્રાર્થી નચિંત હતી.વિહાગ સાથેની મુલાકાત અને સ્પષ્ટતાં પછી એને ભવિષ્ય સુરેખ લાગતું હતું. પપ્પા પાસે અઠવાડિયું વિચારવાનો સમય માગ્યો ત્યારે મનમાં ક્યારેકજાગેલું આકર્ષણ નિર્ણય પર હાવી ન થાય એનું ખાસ ધ્યાન રાખેલું. ક્યારેક સ્મિતનો વિચાર આવતો તેમાં સહાનુભૂતિ વિશેષ હતી.વિહાગનાં વર્તન પરથી અંદાજો હતો કે એ ચોટ ખાયેલી વ્યક્તિ છે, પરંતું બીજી યુવતીઓની જેમ એણે ક્યારેય પ્રીન્સ ચાર્મીંગનાં ખ્વાબ નહોતાં સજાવ્યાં એ સન્માન અને સમજણ ઈચ્છતી. વિહાગને મળી ત્યારે એ એની ખુબસૂરતીથી થોડો આકર્ષાયેલો હતો, એને મનમાં થોડી શરમાળ મધ્યમવર્ગીયયુવતીનું ચિત્ર હતું જે પોતાનાં માટે એક અહોભાવ રાખે અને વિહાગમય બની જાય.એનાં મનની અસુરક્ષા આવિચારને પોષતી.પાર્થી એ માતા