સવાઈ માતા - ભાગ 50

  • 2.5k
  • 1.4k

લેખન તારીખ : ૧૭-૧૦-૨૦૨૩ (મંગળવાર) પ્રિય વાચકમિત્રો, આપ સર્વેનાં અઢળક પ્રેમનાં કારણે જ મારી આ પ્રથમ નવલકથા આટલી ઉંચી લોકપ્રિયતાને આંબી શકી. ઘણા જ સમયથી કોઈ નવો ભાગ મૂકી શકાયો ન હતો તે બદલ માફી ચાહું છું. ઉપરાઉપરી આવી પડેલ બિમારીએ લેખનમાં ઘણો જ વિક્ષેપ પાડ્યો. હવે અઠવાડિયામાં ત્રણ વખત મળીશું. – મંગળવાર, ગુરુવાર અને શનિવાર. સોનાવરણી નવલ પ્રભાતે પોતાનાં જમીન સાથે જોડાયેલાં મૂલ્યો જાળવીને ફ્લેટમાં વસેલાં આ આદિવાસી પરિવારની શાળા, દુકાન અને ઓફિસ પહોંચવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. બધાંય પોતપોતાનાં સમયે ઘરેથી નીકળી ગયાં બાદ છેલ્લા દોઢ મહિનાથી ઘડાઈ ગયેલ સવલીએ બપોર માટેની બાકી રસોઈ પૂર્ણ કરી. વ્યવસ્થિત રીતે