સપ્ત-કોણ...? - 19

  • 2.3k
  • 1
  • 1.1k

ભાગ - ૧૯ઊર્મિ અને અર્પિતા શોપિંગ કરી સાંજે પાછી ફરી ત્યારે બેય થાકી ગઈ હતી, બાળકો તો હમેશ મુજબ પોતાની મસ્તીમાં હતા. બેય જણીઓ ફ્રેશ થવા પોતાના રૂમમાં ગઈ..દરવાજો ખોલતાં જ ખુલ્લો વોર્ડરોબ અને વેરવિખેર રૂમ જોઈ ઊર્મિ અવાચક પૂતળું બની ઉભી રહી..."અર્પિતા.....અ... ર્પિતા.... જલ્દી આવ," અર્પિતા એના રૂમમાં પહોંચે એ પહેલાં તો ઉર્મિનો અવાજ એના કાને અથડાયો અને શોપિંગ બેગ્સ ત્યાં જ ફગાવી એ વળતા પગલે દોડી."ભાભી, શું થયું? કેમ આટલી બુમાબુમ મચાવી?" "અર્પિતા... આ જો, અમારા રૂમની શું હાલત કરી છે.."અર્પિતાએ દરવાજે ઉભાઉભા જ અંદર નજર ફેરવી, વેરણછેરણ રૂમ જોઈને એ પણ ડઘાઈ ગઈ."સં...તુ, રઘુકાકા..., જીવાભાઈ..., ક્યાં છો