નો ગર્લ્સ અલાઉડ - ભાગ 5

  • 4.2k
  • 3.4k

કિંજલ અનન્યાને જોઈને મંદ મંદ હસવા લાગી. " શું થયું? કેમ હસે છે?" કિંજલને અચાનક હસતા જોઈ અનન્યા બોલી. " આ શું હાલ બનાવ્યો છે?" કિંજલનું હસવાનું શરૂ જ હતું. " કેમ? આ કપડામાં શું પ્રોબ્લેમ છે?" પોતના કપડાંને જોતા બોલી. " પ્રોબ્લેમ કંઈ નથી પણ કેમ આજે આવા ફોર્મલ કપડાં! નોકરી વોકરી લાગી ગઈ છે કે શું?" હાથમાં પકડેલી ફાઇલને ઠીક કરતા અનન્યા બોલી. " કંઇક એવું જ સમજી લે.." " ખરેખર!" કિંજલ ચોંકી ઉઠી. " અરે ના ના નોકરી લાગી નથી, બસ થોડાક દિવસમાં લાગી જ જશે, આ તો હું ઇન્ટરવ્યૂ દેવા જાવ છું..." અનન્યા વારંવાર ખુદના શર્ટને