છપ્પર પગી - 38

(14)
  • 2.6k
  • 1.6k

છપ્પરપગી (પ્રકરણ ૩૮ ) —————————-બધા જ લોકો પોતાની ડીશ તૈયાર કરી સ્વામીજી ફરતે ગોઠવાઈ ગયા એટલે બધાની કૂતુહલતા સંતોષવા સ્વામીજીએ પેલા અવકાશી પદાર્થની વાત માંડી…‘ઇન્‍ડોને‌શિયાના સુમાત્રા ટાપુ પર વસેલા કો’ક ગામમાં જોશુઆ હુતાગલુંગ નામનો યુવાન તેના રો‌જિંદા કામમાં પરોવાયેલો હતો. આત્‍માની ‌વિદાય પછીના શરીર રૂપી ખો‌ળિયાને ‌ચિર‌નિંદ્રામાં પોઢવા માટે લક્ક‌ડિયું ખો‌ળિયું (શબપેટી) બનાવવું જોશુઆનો વ્‍યવસાય હતો, જે માટે તેણે ઘરના પાછલા ભાગે નાનકડું વર્કશોપ ઊભું કરેલું. આ મહેનતકશ યુવાનની આખી ‌જિંદગી વર્કશોપમાં લાકડાના પા‌ટિયા, ખીલા-ખીલી અને હથોડી જોડે કામ પાડવામાં નીકળી જાત. પરંતુ ઓગસ્‍ટ ૧ની એ રાત્રે જોશુઆની ‌જિંદગીને અસાધારણ સુખદ વળાંક આપનારી ઘટના બની.એક અવકાશી ઉલ્‍કા ગુરુત્‍વાકર્ષણથી ખેંચાતી પૃથ્‍વીના