નો ગર્લ્સ અલાઉડ - ભાગ 3

  • 4.1k
  • 3.1k

બે દિવસ પછી કોલેજના કોઈ કાર્ય માટે અનન્યા કિંજલને અને અન્ય મિત્રોને મળી. અનન્યાનો બદલાયેલો સ્વભાવ જોઈને બધાને વિચિત્ર લાગ્યું. " અનન્યા તારી આંખોને શું થયું?" મેડમ ચિંતા વ્યક્ત કરતા બોલ્યા. " કંઈ નહિ મેમ બસ કોલેજ પૂરી થઈ ગઈ છે, તો આગળ શું કરવું એના જ ટેન્શનમાં નીંદર નહિ આવી..." અનન્યા ચહેરાને છુપાવતી બોલી. આખી રાત રડવાના લીધે એમની આંખ નીચે કાળા ડાઘ પડી ગયા હતા. આંખો સોજી ગઈ હોય એવું લાગતું હતું. એક પછી એક આવીને બસ એ જ સવાલ કરી રહ્યા હતા કે ' અનન્યા સાથે કઈક તો થયું છે?' થોડાક જ સમયમાં આખા કોલેજમાં અનન્યાની વાત