અમર પ્રેમ કથા

  • 2.5k
  • 960

આહીર દેવરો અને આલણદે ની અમર પ્રેમ કથા..શેત્રુંજીના કાંઠા બારેય માસ લીલાછમ રહેતા. ગોઠણ ગોઠણ-વા ઊંચુ ખેડવાનું ખડ આઠેય પહોર પવનમાં લહેરિયાં ખાતું, અને બેય કાંઠાની ભેંસો, ડુંગરાના ટૂકને તોડી નાખે તેવાં જાજરમાન માથાં હલાવી, પૂછડાં ફંગોળી ઊભે કાંઠે ચારો ચરતી, પાસેની ગીરમાંથી સાવજની ડણકો સંભળાતી.બેય કાંઠે પારેવાંના માળા જેવા આહિરોના બે નેસડા પડ્યા છે. સવાર-સાંજ ભેંસોના આંચળની શેડ્યોને ઘમોડે અને છાશને વલોણે બેય નેસડા સીમ બધી ગજવીને મેલે છે. અંદર સળી ઊભી રહી જાય એવાં ઘાટાં દૂધ દોણામાં સમાતાં નથી. વલોણાં