નો ગર્લ્સ અલાઉડ - ભાગ 2

  • 4.8k
  • 3.6k

અનન્યા કોફી શોપ પર લાંબા સમય સુધી ન બેસી શકી. તેણે તુરંત ટેબલ પરથી ફોન અને પર્સ ઉઠાવ્યું અને ઘર તરફ ચાલતી બની. અનન્યાની ફેમિલી રીચ અને મિડલ કલાસની વચ્ચે આવતી. એકને એક દીકરી હોવાથી તેમને કોઈ પણ પ્રકારની રોકટોક ન હતી અને મમ્મી પપ્પાને પણ અનન્યા પર પૂરો વિશ્વાસ હતો. અનન્યા પોતાના આંસુઓને છુપાવતી ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહી. અંદરથી રૂમને બંધ કર્યો અને ટેપ રેકોર્ડર ઉપર સેડ સોંગ સાંભળવાના શરૂ કર્યા. અરિજિતની ફેન તો અનન્યા પહેલેથી જ હતી એટલે સોંગ સાથે ખુદને કનેકટ કરવાની મથામણ એમને ન કરવી પડી. અરિજિતના સેડ સોંગ સાથે રૂમ આખુ ગુંજી રહ્યું હતું.