સપનાનાં વાવેતર - 30

(53)
  • 5.4k
  • 1
  • 3.9k

સપનાનાં વાવેતર પ્રકરણ 30અનિકેત ગુરુજીની આજ્ઞા પ્રમાણે ઋષિકેશ આવ્યો હતો. રસ્તામાં એની બેગ ચોરાઈ ગઈ હતી છતાં હિમાલય વાળા સન્યાસી મહાત્માએ અનિકેતની તમામ જરૂરિયાતો યાત્રા દરમિયાન પૂરી પાડી હતી. અનિકેતને ટ્રેઈનમાં કિરપાલસિંગ સરદારનો ભેટો થઈ ગયો હતો અને એણે ઋષિકેશના રોકાણની તમામ જવાબદારી લઈ લીધી હતી. સરદારજીની પોતાની જ હોટલ શિવ ઈન માં એ ઉતર્યો હતો. અનિકેતે સૌથી પહેલું કામ નહાવાનું કર્યું. સાબુ અને ટુવાલ મુકેલા જ હતા એટલે એણે માથું ચોળીને બરાબર સ્નાન કર્યું. ગંજી ચડ્ડી તો બેગમાં ચોરાઈ ગયા હતા એટલે એણે એની એ જ ગંજી અને ચડ્ડી પહેરી લીધાં. કપડાં પણ એ જ પહેરી લીધાં. નહાયા પછી