" આઈ જાસલ " ( ઝવેરચંદભાઈ મેઘાણી )"આ તેજણ તરસે તરસે તલવલાંસ, થાળામાં બે કળહા પાણી નાખાંસ બીન ?” ( આ તેજણ ઘોડી તરસે ટળવળે છે થાળામાં બે કળશિયા પાણી નાખીશ, બહેન? )“ભલેં, નાખાંસ, ભાઈ ”તેજણની તરસ છીપી ત્યાં લગી પનિયારીએ સીંચી સીંચી થાળામાં પાણી ઠલવ્યું, તરસ છીપતાં ઘોડીએ મેાં ઊંચું કરી જોરથી હણહણાટી નાખી, કેમ જાણે એના ધણીને સાન કરતી હોય કે “હવે હું તૈયાર છું !”તેજણનો અસવાર તે કૂછડીનો મેર લાધવેા હતેા. લાધવો બારાડીમાં પોતાના સગાને મળવા ગયેલો તે આજે કૂછડી ભણી પાછો વળ્યો હતો, રસ્તો કાટવાણા પાસ થઈને પસાર થ