મિત્રો સફળતા અને નિષ્ફળતાની વ્યાખ્યા દરેક વ્યક્તિની આંખોથી અલગ છે. સફળતા એટલે શું? એવું જો કોઈને પૂછવામાં આવે તો દરેક વ્યકિત-વ્યકિતએ એની વ્યાખ્યા અલગ - અલગ હશે, હું એમ કહું તો પણ ચાલે, મતલબ કે દરેક વ્યકિતનો પોતાનો એક અલગ દષ્ટિકોણ હોય છે. દરેક વ્યકિત સફળ થવા માગે છે અને સફળતા હાંસલ કરવા માટે કોઈને કોઈ જગ્યાએ કોઈ કાર્યમાં ભાગ જરૂર લે છે. અને દરેક વ્યકિતને સફળતા મેળવવા માટે પ્રયત્ન કરવો જ જોઈએ અને તે બાબતે પાછળ પણ ન રહેવું જોઈએ. પણ પરિસ્થિતિ ત્યારે વિકટ બને છે જયારે વ્યકિત તેને કરેલા દરેક કાર્યમાં નિપુણતા મેળવવાની આશા સાથે કાર્ય કરે છે