છપ્પર પગી - 35

(15)
  • 2.7k
  • 1
  • 1.8k

છપ્પરપગી - પ્રકરણ ૩૫ —————————-‘હુ પણ આગળ આ નદીના વહેણ સુધી જ આવી છું, અહી અંદર શું છે એતો મને પણ ખબર નથી.!’ પછી શેઠે વિશ્વાસરાવજીને પૂછ્યું તો વિશ્વાસરાવજી સ્વામીજી સામે સૂચક રીતે જોયું… પણ સ્વામીજીનો મૌન ઇશારો જાણે એ સમજી ગયા હોય તેમ કઈ જ જવાબ ન આપ્યો. બધા હવે થોડીવાર માટે ત્યાં બેસે છે અને સ્વામીજી એ લોકોને ત્યાં જ બેસવાનું કહી પછી પેલા ખંડેર જેવા આશ્રમની બાજુમાં જે પગથિયા ગુફા તરફ નીચે જતા હતા તેની અંદર જતા રહે છે. આ તરફ વિશ્વાસરાવજીને જ્યારે પુછવામાં આવે છે તો એ કહે છે કે સ્વામીજી ઘણી વખત અહી આવે છે,