ડંકી

(14)
  • 3.1k
  • 1
  • 1.2k

ડંકી-રાકેશ ઠક્કર નિર્દેશક રાજકુમાર હીરાની હોવાથી ફિલ્મ ‘ડંકી’ શાહરૂખ ખાનની ‘પઠાન’ અને ‘જવાન’ જેવી મસાલા ફિલ્મ નહીં હોય એનો તો બધાને જ ખ્યાલ હતો. પણ ફિલ્મનું લેખન નબળું હશે એનો અંદાજ ન હતો. રાજકુમાર હીરાનીની અગાઉની બધી જ ફિલ્મો મુન્નાભાઈ, થ્રી ઈડિયટ્સ, પીકે, સંજૂ વગેરેમાં એમના નિર્દેશન સાથે લેખનનો પણ કમાલ હતો. ‘ડંકી’ એ બાબતે કાચી રહી ગઈ છે. લેખકોએ લંડન જવા માગતા પરિવારની સમસ્યાઓ અને પીડાઓ બરાબર બતાવી નથી. જેથી લંડન જવાનું એમની પાસે મજબૂત કારણ હતું એ વાત પ્રસ્થાપિત થતી નથી. કોમેડી અને રોમાન્સની થોડી કમી પણ લાગશે. અલબત્ત રાજકુમાર અને શાહરૂખના ચાહકો માટે આ ફિલ્મ એકવાર જોવા