ધૂપ-છાઁવ - 122

(17)
  • 2.6k
  • 3
  • 1.5k

"આ ગુલાબના ફૂલોની જેમ જ તમારું બંનેનું જીવન પણ મહેકતું રહે.." અક્ષત અને અર્ચનાએ અપેક્ષા અને ધીમંત શેઠને આશિર્વાદ આપ્યા. અપેક્ષાએ પોતાના નાના લાડકા ભત્રીજા રુષિને પ્રેમથી ઉંચકી લીધો અને હ્રદય સોંસરવો ચાંપી લીધો. અક્ષત અને અર્ચના બંનેએ પોતાની માં લક્ષ્મીના ખબર અંતર પૂછ્યા અને માંને ફોન લગાવ્યો..આખોય પરિવાર ખુશખુશાલ હતો અને તેમાં પણ ધીમંત શેઠ અને અપેક્ષા, એ બંને તો વળી ખૂબજ ખુશ હતાં. હવે આગળ.... અક્ષત અને અર્ચના અપેક્ષાને અને ધીમંત શેઠને જોવાલાયક સ્થળોની મુલાકાતે લઈ જતા હતા...અને આમ ત્રણ ચાર દિવસ ક્યાં પસાર થઈ ગયા તેની ખબર પણ ન પડી.. ચાર દિવસ પોતાના ભાઈ અક્ષત અને ભાભી