પ્રેમનો વહેમ - ભાગ 4

  • 2.8k
  • 1.5k

સુશીલા વિહાગનાં કમરામાં હુંફાળું તેલ લઈને ગઈ, આ તેનો નિત્યક્રમ જ્યારે તે થાકેલો કે ઉદાસ જણાય એ વાળમાં તેલ ઘસી દે અને અંતરમુખી દિકરા સાથે વાત કરી એનાં મનનો તાગ મેળવે , એને કંઈ કહેવું હોય સમજાવવું હોય તો આ ઉત્તમ સમય . એની ડાયરીમાં કંઈક ટપકાવતાં વિહાગને ખલેલ ન પહોંચે એમ સુશીલા એને ગમતી આર્મચેર પર બેસી ગઈ થોડીવાર પછી લખવાનું પુરું થયું એટલે વિહાગ એનાં પગ પાસે બેસી ગયો. મા દીકરા વચ્ચે અલગ જ ટ્યુનિંગ હતું. આદર અને પ્રેમનું આગવું સંયોજન.એનાં ઘુંઘરાળા વાળમાં માની હેતાળ આંગળીઓ ફરતી એ એનાં માટે થેરાપી જેવું. સુશીલાએ શબ્દો ચોર્યા વિનાં સીધું જ