કર્મનું કોમ્પ્યુટર

  • 2.2k
  • 1
  • 727

શેઠનો શોફર મર્સિડીઝ કાર લઈને દરવાજા આગળ આવ્યો, કારનો દરવાજો ખોલીને રાહ જોતો ઊભો રહ્યો. શેઠ સૂટ-બૂટ પહેરીને તૈયાર હતા. દરવાજાની બહાર ઉભા રહીને પત્નીને ફોન કર્યો.“કેટલી વાર તૈયાર થતા! જલ્દી ચાલ, મંદિરનું ખાતમૂહુર્ત શરુ થઈ ગયું હશે!”“અરે બસ આવી.” શેઠાણી સાડીનો પાલવ સરખો કરતા કરતા સીડીઓ પરથી નીચે ઉતર્યા. ઉપરથી નીચે સુધી મેચિંગ પહેરીને શેઠાણી બરાબર તૈયાર થયા હતા. પાર્લરમાંથી બહેનને બોલાવીને મેકઅપ અને હેરસ્ટાઈલ પણ કરાવ્યા હતા.“ત્રણ કલાક થયા. કેટલા મેકઅપના લપેડા કરવાના?” શેઠે કારમાં બેસતા બેસતા અણગમો વ્યક્ત કર્યો.“લો, મારા ભાઈ કંપનીના ચેરમેન છે, આજે એના હાથે મંદિરના ખાતમૂહુર્તની ઈંટ મૂકાશે, તો તૈયાર તો થવું જ પડે