સંધ્યાને ઊંઘ તો આવી જ નહોતી આથી ઉભી થઈ અને પોતાના નિત્યક્રમ કરવા લાગી હતી. સંધ્યા બાથરૂમમાં બ્રશ કરી રહી હતી. બ્રશ કરતી વખતે એણે અરીસામાં પોતાનો ચહેરો જોયો. સિંદૂર અને ચાંદલા વિહોણો ચહેરો જોઈને મનમાં જ આંસુને ગળી ગઈ હતી. પોતાનું અસ્તિત્વ અમુક જ સેકન્ડમાં પૂરું થઈ ગયું હતું. એને સૂરજ જે ઉછળીને પડ્યો એ ક્ષણ યાદ આવી ગઈ હતી. એ બેકાબુ થતા એક ચીસ એનાથી નીકળી ગઈ, સૂરરરજજજજ. આ જોરદાર ચીસ સાથે જ એ ચક્કર ખાય ને પડી ગઈ હતી.પંક્તિ આજની રાત ત્યાં જ રોકાઈ હતી. એ સંધ્યાની ચીસથી જાગીને અવાજ આવ્યો એ દિશામાં દોડી હતી. સંધ્યાના હાથમાં