"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:5" આપણે આગળ જોઈ ગયા કે...પાર્થિવ અને આર્વીની સફર ધીમે ધીમે વધુને વધુ રંગમાં ઓળઘોળ બનતી જાય છે.આખાય સ્કુલમાં આ સફર ચર્ચાસ્પદ બની ગઈ હોય છે.સ્કુલમાં વાર્ષિકોત્સવ હોય છે.એની તૈયારી ચાલતી હોય છે એમાં રાધાકૃષ્ણના જીવન આધારિત ડ્રામાની પણ એક કૃતિ હોય છે.આ રોમાંચક સફરમાં કેવો વળાંક આવે છે.બેઉને વધુ દૂર લઈ જાય છે કે આ પરિસ્થિતિ બેઉને વધુ નજીક લાવે છે. માલતીબહેન: એ...પાર્થિવ ચાલ તો બેટા...ઘરમાં સફાઈ કરવી છે તો તું થોડીવાર માટે રમવા જા...આખોય દિવસ વાંચી વાંચીને તુ પણ તો કંટાળ્યો હશે ને? પાર્થિવ: મમ્મી થોડા ઓછા ઊંચા અવાજે