"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:2" આપણે આગળ જોઈ ગયા મધ્યમવર્ગીય પરિવારની સમસ્યાઓ એક તો પાણીની સમસ્યા અને સાથે સાથે શું રાધવુ એ સમસ્યા અને એકબાજુ મોંઘવારી તાંડવ કરે તો લોકો બિચારા કરી કરીનેય શું કરે?પણ આ બધી જ વસ્તુ આપણા નાયક પાર્થિવ ઓઝાને શું અસર કરે છે તે જોઈએ? મમ્મીને આમ બકબક કરતાં જોઈ પાર્થિવ અકડાઈ જાય છે. માલતીબહેન: એ...હે...શું કહ્યું તે પાર્થિવ ફરી બોલ તો... પાર્થિવ: અરે...રહેવા દે ને મમ્મી અત્યારના સમય મને ખબર છે કે તુ નવરી છો.હું નથી નવરો મારે સ્કુલ જવાની તૈયારી પણ તો કરવાની છે ને... આજે તો એકમ કસોટી