સંધ્યા - 30

  • 2.5k
  • 1
  • 1.4k

સુનીલે એક તમાચા સાથે સુધબુધ ખોયેલ સંધ્યાને એમ ભાનમાં લાવી જાણે યમદૂત પાસેથી પોતાની બેનને પાછી ખેંચી લાવ્યો હોય! સંધ્યા ભાનમાં આવી કે એના ગળે અટકેલ દર્દનું ડૂસકું છૂટ્યું હતું. સંધ્યા રડમસ અવાજે એટલું માંડ બોલી શકી કે, "મારોરોરો સૂરરરજજજ". એ સુનીલને ભેટીને રડવા લાગી હતી. એના રુદનથી આખું ઘર ગુંજી રહ્યું હતું. બધા ખુબ જ દુઃખી હતા. સંધ્યા સુનીલને ઈશારામાં આખું ઘર શણગાર્યું એ જણાવી રહી હતી. આંખમાંથી આંસુની ટપકતી ધાર સાથે એ સૂરજના સમીપ બેઠી અને એનો ચહેરો જોયો હતો. સૂરજના ચહેરામાં એને પહેલી વખત જોગિંગ કરતો સૂરજ દેખાય આવ્યો હતો. સંધ્યાએ મહામહેનતે સૂરજની પ્રદક્ષિણા ફરી પુષ્પ અર્પણ