સમજણ

  • 3k
  • 1.1k

બેંકમાં નોકરી કરતી માધવી રોજ બેંકમાં બસમાં જતી હતી. માધવી અને મહેશ લગ્ન પછી દસ વર્ષે અમેરિકા આવ્યા હતા. ભારતમાં હતી ત્યારે મહેશ અને માધવી બા, બાપુ સાથે રહેતા. મુંબઈમાં બેંક ઓફ બરોડામાં નોકરી કરતી હતી. અમેરિકા આવી ત્યારે બાળકો સાત અને પાંચ હતા.. જાન્યુઆરીથી શાળામાં જવાનું ચાલુ થયું. માધવી બસમાં બેસી ડાઉન ટાઉન ગઈ. મુંબઈનો બેંક નો અનુભવ હતો. તેને ‘બેંક ઓફ અમેરિકા’માં તરત નોકરી મળી ગઈ. બાળકો શાળાએથી છૂટી ‘ડે કેર’માં જતા. મહેશ નોકરીથી આવતા બંનેને લઈ સિધો ઘરે આવતો. જેને કારણે માધવીને ઘરે આવી રાતની રસોઈ કરવાનો સમય મળે. મહેશનું માનવું હતું કે શા માટે રોજ ડાઉન