હું અને અમે - પ્રકરણ 8

  • 2.7k
  • 1.6k

રાત્રીના લગભગ અગિયાર વાગેલા અને તેવા સમયે હિતેશ પોતાની બાઈક લઈ તાપી નદી પર ના બ્રિજ પર આવ્યો. આવી તેણે બાઈકનું સ્ટેન્ડ ચડાવ્યું અને બાજુમાં સાગર અને રાકેશ ઉભા હતા ત્યાં જઈ ઉભો રહ્યો."કેમ આજે મોડું?" સાગરે પૂછ્યું."આજે જરા મોડું થઇ ગયું. પપ્પાને જરા એક કામ હતું. કામ પતાવી અહીં આવ્યો." તેણે બાઈકની બાજુમાં લટકતી એક બેગમાંથી ત્રણ સોડા કાઢી."આ કેમ લાવ્યો?" રાકેશે પૂછ્યું.તો કહે "આજે જ માર્કેટમાં આવી છે. માર્કેટિંગ કરવા માટે અમારા પાર્લરમાં આપી, થયું તમને પણ ચખાડું.""હાં.. પેલું ટ્રાયલ અમારા પર કરવાનું એમ?" સાગરે હસતા પૂછ્યું. ત્રણેય હસ્યાં ને સોડા પીયને સાગરે ઘરે જવાનો આગ્રહ કર્યો. રાકેશે