સપનાનાં વાવેતર - 25

(57)
  • 5.9k
  • 1
  • 4k

સપનાનાં વાવેતર પ્રકરણ 25 દેવજીએ ગાડી મુલુંડથી લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ થઈને હીરાનંદાની બાજુ લીધી અને ત્યાંથી ગાડીને સીધી ફોર્ટ તરફ લઈ લીધી. સૌપ્રથમ ગેટવે ઓફ ઇન્ડિયા જવાનું હતું. " મુંબઈનો આ બહુ જૂનો એરીયા છે. વર્ષો પહેલાં વહાણો અને સ્ટીમરો અહીં થઈને મુંબઈમાં પ્રવેશ કરતાં હશે. પાકો ઇતિહાસ તો મને પણ ખબર નથી. મુંબઈ આવતા તમામ પ્રવાસીઓ એકવાર તો ગેટ વે ઓફ ઇન્ડિયાની મુલાકાત લે જ છે. સામે જે મોટું બિલ્ડીંગ દેખાય છે તે તાજમહેલ હોટલ છે. એ પણ મુંબઈની શાન છે." અનિકેત બોલ્યો. અહીં માત્ર ફરવાનું જ હતું એટલે અનિકેત લોકોએ ગેટ વે ઓફ ઇન્ડિયાની આજુબાજુ ચક્કર માર્યું