લવ યુ યાર - ભાગ 33

(19)
  • 5.3k
  • 2
  • 3.6k

સાંવરીના બંને હાથ મીતે પોતાના હાથમાં લીધાં અને પ્રેમથી તેને પંપાળવા લાગ્યો અને સાંવરીની આંખમાં આંખ પરોવીને તેને સમજાવતાં કહેવા લાગ્યો કે, " સાવુ, પપ્પાને એકદમ સારું થઈ જશે તું ચિંતા ન કરીશ અને એવું લાગશે તો આપણે તેમને બીજા કોઈ સારા ડૉક્ટર પાસે લઈ જઈશું અથવા કોઈ સારી હોસ્પિટલમાં એડમીટ કરી દઇશું. તે એકલા કદી રહ્યા નથી ને એટલે તેમને આ એકલતા જ સતાવે છે એવું હોય તો તું બે ત્રણ દિવસ પપ્પાના ત્યાં રોકાઈ જજે એટલે તેમને જલ્દીથી સારું થઈ જશે અને આમ ઢીલા નહીં પડી જવાનું બેટા, તું આમ રડવા લાગશે તો તારી મોમને કોણ હિંમત આપશે