સાત પગલાં આકાશમાં - સમીક્ષા

  • 19.1k
  • 2
  • 7.3k

પુસ્તકનું નામ:- સાત પગલાં આકાશમાં સમીક્ષક:- ડૉ. રંજન જોષી   લેખક પરિચય:- 'સાત પગલાં આકાશમાં'ના લેખિકા કુન્દનિકા કાપડિયાનો જન્મ જાન્યુઆરી ૧૧, ૧૯૨૭ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે નરોત્તમદાસ કાપડિયાને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતના ગોધરા ખાતે મેળવ્યું હતુ. કોલેજ શિક્ષણ તેમણે ભાવનગર (શામળદાસ કોલેજ)માં પૂર્ણ કર્યું હતું. ત્યાં તેમણે ૧૯૪૮માં રાજકારણ અને ઇતિહાસ સાથે બી. એ.ની પદવી મેળવી હતી. ત્યારબાદ તેમણે મુંબઈ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી 'એન્ટાયર પોલીટીક્સ' સાથે એમ. એ.ની પદવી મેળવી હતી. તેમણે પતિ મકરંદ દવે સાથે વલસાડ પાસે આવેલા વાંકલ ગામે નંદીગ્રામ નામનો આશ્રમ સ્થાપ્યો હતો. તેઓ ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી યાત્રિક અને ૧૯૬૨