પ્રેમનો વહેમ - ભાગ 1

(15)
  • 5.1k
  • 2.6k

ભાગ 1ભાગ1 પ્રાર્થી ધમધમતી ચાલે રસોડામાં ગઈ.લાઈટર પણ આજે મિજાજ પારખી ગયું હોય તેમ એક વારમાં ચાલી ગયું.પપ્પા માટે સુપ , ખીચડીને પોતાનાં માટે ટીફીન બનાવતાં જ નવ વાગ્યા.રસોડાનાં અવાજો એનાં મિજાજ સાથે તાલ મિલાવતાં હતાં. ધીરજલાલ પથારીમાં પડ્યાં પડ્યાં વિચારતાં હતાં કે હંમેશા શાંત પ્રેમાળ અને દ્રઢ મનોબળવાળી એની પુથ્થુ કેમ બે ચાર દિવસથી આટલી પરેશાન છે, નહીંતો બાપદીકરીએ પાંચેક વર્ષમાં ક્યાં ઓછાં ઝાંઝવાત જોયા હતાં! રસોડામાંથી પરવારતાં જ નવ વાગ્યા એ ઉતાવળે ધૂંધવાયેલાં મને તૈયાર થઈ.આછાં ગુલાબી રંગની કુર્તી