અનોખી પ્રેતકથા - 9

  • 2k
  • 1
  • 878

"તું અહીં?!" એવાં મારા પ્રશ્ન પર એ બોલ્યું, "હા હું. કેમ હું પેશન્ટ ન હોઈ શકું!" "ઓહહ...‌ તો તમે પેશન્ટને જાણો છો ડોક્ટર અમર. સારી વાત છે પણ અહીં સિનિયર્સ પણ છે એ ધ્યાન રાખો. પહેલી સલાહ, પેશન્ટને ગમે તે રીતે ઓળખતાં હો તો પણ શાંત રહો. એ બહાર ગમે તે હોય પણ હૉસ્પિટલમાં એ પેશન્ટ અને તમે ડોક્ટર છો એ યાદ રહેવું જોઈએ." ડોક્ટર એન્ડ્યુસ કડકાઇથી બોલ્યાં. "સૉરી સર... એક્સટ્રીમલી સૉરી." "હા તો મીસ કૅટી. પ્રોબ્લેમ શું છે?" મારા તરફથી નજર હટાવી ડોક્ટરે એમનું ધ્યાન પેશન્ટ પર કેન્દ્રિત કર્યું. "ડોક્ટર હું અહીં કોઈની બેદરકારીનાં કારણે છું. એ વ્યક્તિ પણ