અનોખી પ્રેતકથા - 8

  • 2.4k
  • 952

"આ સાલા ગંભીરીયાઓને બહાર કરો." એ અવાજ ફરી ગુંજ્યો અને અમે એ દિશામાં જોયું. એક ૧૯૧૯ નું મોડેલ હોય એવાં સુરતી લાલા મખમલી જામામાં સજ્જ અમારી તરફ ઘૂરકી રહ્યા હતા. "અરે! લાલા શું કરો છો. કોને બહાર કાઢવાની વાત કરો છો? કોણ ગંભીર છે અહિયાં?" ડૉક્ટર એન્ડ્યુસ બોલ્યાં. "તું ને તારી હાથે ઊભેલો ગધેડો. બીજું કોણ?" લાલા તોછડાઈથી બોલ્યા. "અમે અને ગંભીર! ના ના હવે, તમને ગેરસમજ થઈ લાગે છે. અને આ ગધેડો સૉરી આ ડૉક્ટર અમર નવો છે એટલે ફનઝોન અને અહીંની રીતભાત શીખવવા લઈ આવ્યો જેથી કરીને એ પણ ગંભીર ન રહે, આપણી જેમ મજા કરે." ડોક્ટર પણ