મારી પાછળ ટૅલિપોર્ટ થયેલા ડૉ. એન્ડ્યુસે મને થોડી સિસ્ટમ સમજાવી. રૂમમાં એક મોટું કૅબિન હતું, જેનું નામ ડ્રેસિંગ ઍરિયા. આ કૅબિનમા જઈ કપડાં અને સ્ટાઈલ વિશે વિચારો એટલે સામે ઈન્વિઝિબલ સ્ક્રીન પર કપડાં અને સ્ટાઈલનાં આઈકૉન્સ આવી જાય, એમાંથી સિલેક્ટ કરો એટલે તમે ઑટોમૅટિક રેડી. ન્હાવા માટે પણ બટન હતું. જમવા માટેના ઍરિયાને ડાયનિગ ઍરિયા કહેવાતો... જે ગમે તે સિલેક્ટ કરીને જમી લેવું. રેસ્ટ ઍરિયામાં ટાઈમર સેટ કરી અથવા ન પણ કરીને ફ્રેશ બહાર આવી જાવ. સ્ટડી ઍરિયામાં બધી લેટેસ્ટ તથા પુરાતન પુસ્તકો વાંચી શકો એ પણ જે ભાષામાં વાંચવી હોય એ ભાષામાં. આ ઉપરાંત એન્ટરટેઈમેન્ટ માટે રૂમમાં ટાઈમપાસ ઍરિયા