ભૂતાવળ તળાવ

  • 2.3k
  • 870

હારીજ થી બહુચરાજી જતા માર્ગમાં વચ્ચે વાઘેલ નામનું ગામ આવે છે. ગામના પૂર્વ ભાગે એક મોટું તળાવ છે જેને રોડ પરથી પણ જોઈ શકાય છે. આ તળાવ સિદ્ધરાજ સોલંકી દ્વારા બંધાવવામાં આવ્યું હતું. સિદ્ધરાજ સોલંકીએ તેમના શાસનકાળ દરમિયાન ઘણા તળાવો બંધાવ્યા હતા એ બાબતે તો ઇતિહાસ પણ સાક્ષી પુરે છે. પણ વાઘેલ ગામના આ તળાવ વિશે નવાઈ જેવું કંઈ હોય તો એ છે તળાવનું નામ. ભૂતાવળ તળાવ! આ ગામનું તોરણ તો વનરાજ ચાવડાના વખતમાં બંધાયું હતું પણ કહેવાય છે કે પાણીની તંગી અને ભૂતના ત્રાસથી ગામ ક્યારેય આબાદ ન થયું. એક વખત ગુર્જર નરેશ સિદ્ધરાજ સોલંકી ફરતા ફરતા આ ગામમાં