અનોખી પ્રેતકથા - 6

  • 2.1k
  • 1
  • 1k

પીંછાની જેમ ઉતર્યો એટલે શંકા ગઈ ક્યાંક મને પાંખો તો નથી ફૂટીને! પરંતુ તપાસતાં જણાયું કે એ માત્ર ભ્રમ હતો. થોડુંક હસવું પણ આવી ગયું અને પોતાને જ ટપાર્યો કે, આ પ્રેતલોક છે પરીલોક નહીં કે પાંખો ફૂટે. જોકે પોતાને પાંખોમાં જોવાની કલ્પના એટલી વાહિયાત પણ ન હતી કારણકે જ્યાં હું ઊભો હતો એ જગ્યા પરીલોકના મહેલ કરતાં ઊતરતી તો નહોતી જ એટલે પાંખોની કલ્પના સહજ ગણી શકાય. જે રૂમમાં હું હતો એ કોઈ રાજદરબારના સભામંડપ જેટલો વિશાળ અને દૂધ જેવો ઉજળો હતો. સૌમ્ય શ્વેત પ્રકાશનો સ્ત્રોત દ્રશ્યમાન નહોતો પણ એ ઉજાસ મનને શાતા