ડાયરી - સીઝન ૨ - ઉંધિયું

  • 1.3k
  • 542

શીર્ષક : ઉંધિયું ©લેખક : કમલેશ જોષી તમે એ માર્ક કર્યું? આજકાલ દસમાંથી આઠ ગુજરાતી લગ્ન પ્રસંગોના જમણવારમાં બીજું કંઈ હોય કે ન હોય પણ ઉંધિયું તો હોય, હોય અને હોય જ છે. તમે શું માનો છો, કોઈના લગ્નની કંકોત્રી હાથમાં આવે ત્યારે મોટાભાગના લોકો કંકોત્રી ખોલીને કઈ વિગત સૌથી પહેલા વાંચતા હશે? કુળદેવી કોણ છે એ? સાંજી ક્યારે છે એ? હસ્તમેળાપનું ચોઘડિયું કયું છે એ? ના, ભાઈ ના. હસવું આવે, શરમ આવે તો પણ સ્વીકારવું પડે એવું સત્ય એ છે કે મોટાભાગના લોકો સ્વરુચિ ભોજનની તારીખ, વાર, સ્થળ અને સમય વાંચવામાં ઈન્ટરેસ્ટેડ હોય છે, એવું અમારા પેલા ટીખળી મિત્રનું