સૂર્યાસ્ત - 6

  • 2k
  • 2
  • 936

સુર્યાસ્ત ૬ બે હજાર આઠ.ડિસેમ્બર મહિના ની છ તારીખે રાતના સૂર્યકાંત ની આંખમાંથી જાણે નિંદ્રા રિસાઈ ગઈ હોય એમ.એમની આંખ માથી નિંદ્રા અદ્રશ્ય થઈ ગઈ હતી.સૂર્યકાંત પથારીમાં પડ્યા પડ્યા પડખા ફેરવી રહ્યા હતા.ઘણી કોશિષ કરવા છતાં ઉંઘ આવતી ન હતી.એમણે પોતાના કાંડામાં પહેરેલા બ્રેસલેટ ઉપર નજર નાખી. "કેવુ સરસ મારા ધનસુખે અમારા બંનેનું નામ કોતરાયું છે.સૂર્ય-કિરણ."એ સ્વગત બોલ્યા.એમની નજરની સમક્ષ પોતાની કિરણ નો ચહેરો તરવરી ઉઠ્યો.છ વર્ષના ધનસુખ નો ભોળો અને શાંત ચહેરો દેખાવા લાગ્યો.બાર વર્ષની મેનકા.અને છ વર્ષની અલકા જાણે એમની નજર સમક્ષ આવીને ઊભી રહી ગઈ. અલકા એની બાને કહી રહી હતી. "બા.બા.કુસુમા.રમીલા.લીલા.રંભા.આ બધી મોત માઉલી ના ઉરુષમાં