સંધ્યા - 21

  • 3.6k
  • 1
  • 2.2k

સંધ્યાની તંદ્રા સૂરજના હળવા સ્મિતે તોડી હતી. સુરજ ત્યાં સુધીમાં સંધ્યાની નજીક આવી જ ગયો હતો. સંધ્યા એની બહેનો અને સખીઓની વચ્ચે બેઠી હતી. સંધ્યાની લગોલગ એના મામી અને મમ્મી એમ બંને આજુબાજુમાં બેઠા હતા. સૂરજ ત્યાં જઈને દક્ષાબહેન અને મામીને પગે લાગ્યો હતો. ત્યારબાદ સૂરજને પંકજભાઈ એમની બેઠક માટે જે સુંદર હિંડોળો સજાવ્યો હતો ત્યાં લઈ ગયા હતા. સંધ્યા પણ અનુક્રમે સાસરીમાં આવેલ બધા જ વડીલોને પગે લાગીને સૂરજ સાથે હિંડોળા પર બેઠી હતી. દસ દિવસબાદ થયેલ આ પ્રત્યક્ષ મુલાકાત, વળી એકદમ સુંદર મજાનું સંગીત અને થોડી થોડી વારે પવનની લહેરખી સાથે આવતી પારિજાત અને ચમેલીની સુગંધ બંનેને ખુબ