પ્રેમ સમાધિ - પ્રકરણ -18

(33)
  • 3.7k
  • 2
  • 2.5k

પેડલ રીક્ષાવાળો ડબલ ભાડા મળવાનાં જોરે થોડીવારમાં શંકરનાથને સ્ટેશન પર લઇ આવ્યો શંકરનાથ ખુશ થઇ ગયાં એમણે ખીસામાં હાથ નાખી રીક્ષાવાળાને પૈસા ચૂકવ્યા. રીક્ષા વાળો પૈસા ગણી ખુશ થયો એનો વૃધ્ધ થાકેલો ચહેરો હસી ઉઠ્યો અને બોલ્યો “શેઠ આટલી રાત્રે તમે ચોક્કસ કઇ ખૂબ જરૂરી કામે નીકળ્યાં હશો. મારો પ્રભુ તમને સફળતા આપે” એમ કહી આશીર્વાદ આપ્યાં. શંકરનાથે આભારવશ કહ્યું કાકા તમે ઉપકાર કર્યો કે આટલી રાત્રે મને સ્ટેશન મૂકી ગયાં નહીંતર હું મારી ટ્રેઇન ચૂકી જાત આટલી રાત્રે કામથી નીકળ્યો છું તમારાં આશિષથી હવે મને સફળતા મળશે જ.. ચાલો તમારો આભાર જય મહાદેવ” કહીને બેંગ લઇને રેલ્વે સ્ટેશનમાં ઘૂસી