ડાયરી - સીઝન ૨ - તેરી મેરી કહાની હૈ..

  • 1.5k
  • 458

શીર્ષક : તેરી મેરી કહાની હૈ.. ©લેખક : કમલેશ જોષી “જિંદગી ઔર કુછ ભી નહીં, તેરી મેરી કહાની હૈ...” આ ફિલ્મી ગીતમાં તેરી મેરી એટલે કોની કોની? હસબંડ અને વાઇફની? માતા અને બાળકની? જય-વીરુ જેવા બે દોસ્તોની? બે જુવાન પ્રેમી પંખીડાની? કે ભગવાન અને ભક્તની? જિંદગી કોની કહાની છે? એક મિત્રે મસ્ત વિશ્લેષણ કર્યું. તેરી મેરી કહાનીમાં મેરી એટલે તો હું કે તમે પણ તેરી એટલે કેટલાંક બદલાતાં પાત્રો. જેમકે બાળપણમાં તેરી મેરી કહાની એટલે પોતાની અને મમ્મી-પપ્પા, રમકડાં અને ખાવા-પીવાની વાર્તાઓ. અમારા શૌનકભાઈ જ જોઈ લો. સવારે ઉઠે ત્યારથી ત્રણ પૈડાં વાળી સાયકલ શોધે, એના નાનકડાં કબાટમાં પડેલાં ઢગલો