ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 40 - છેલ્લો ભાગ

  • 2.3k
  • 1
  • 992

૪૦ રાણકદેવી તો ત્યાં હોય, જ્યાં રા’ હોય! જૂનોગઢથી ઊપડેલું સોલંકીદળ તો ક્યાંક પાછળ રહ્યું. જોજનઘડિયા સાંઢણીઓ ઉપર જયસિંહ સિદ્ધરાજ પોતે, દેશળ, વિશળ, રાણક અને થોડા બીજા આગળ નીકળી ગયા હતા. એને પાટણમાં પહોંચી જવાની ઉતાવળ હતી. વર્ધમાનપુર થોડોક વિસામો લઈને તરત જ ત્યાંથી નીકળી જવાનું હતું. રા’ખેંગાર ત્યાં હશે, એટલે એને લઈને આશુક મહામંત્રી, રાજમાતા મીનલ, રાણકદે’ સૌ પાછળથી આવે એવી ધારણા એણે રાખી હતી. એ એકલો ઝપાટાબંધ આગળથી પાટણ પહોંચીને ત્યાંની સ્થિતિ જાણી લેવા માંગતો હતો. સાંતૂએ માલવાને કેવાં કાંડાં કાપી આપ્યાં છે એની સાચી માહિતી હજી એને મળી ન હતી. સોરઠ રા’ના પાટણપ્રવેશની ઘડીએ – આ વસ્તુની