અને એલીનોરનો ફિકકો દયામણો ચહેરો તેની નજર સમક્ષ તરવરી રહયો. ડેન, મને વચન આપ,પ્લીઝ, મને વચન આપ. તે મનોમન બોલી રહયો, ‘હું શું કરૂં એલી? મેં તને વચન આપેલું, પણ તું જાણતી નથી કે હું જે જોઉ છું એ તને દેખાતુ નથી.' તે એક રસ્તાબત્તી નીચે આવ્યો, તે પેાતાના ઢલી પડેલા ખભાવાળા પડછાયાને જોઇ રહયો. તેણે માથું ઉંચુ કર્યુ. આખા પુલ ઉપર તે એકલેા જ હતો. તે ટટાર થયો અને આગળ ચાલ્યો. એ ઘડીએ પાછળથી હેડલાઈટોનો પ્રકાશ તેની ઉપર પડયો. તેની પાસેથી કાર પસાર થઈ ગઈ. પાછલી.બારીમાથી ડોકું કાઢી છેાકરી બોલતી સંભળાઈઃ ‘બીજો એક જામ અડાવ, બુધ્ધું.' ડેન પગલું ચૂકી