નિશાચર- 5

  • 2.5k
  • 1
  • 1.1k

બહાર હવા તેજ હતી. પડદા ખેાલી નાખવામાં આવ્યા હતા. ડેન હીલાર્ડ સાંજનું છાપું વાંચી રહયો હતો. તેમાં છપાયેલા ફોટા જોઈ તેણે ડાઈનીંગ રૂમમાં નજર નાખી તો ખાત્રી થઈ ગઈ કે આ ફોટા આ ભાગેડુઓના જ હતા. રાલ્ફી સાથે સોફા પર બેઠેલી સીન્ડી વાંચવાનો ડોળ કરતી હતી અને ત્રણ કેદીઓથી સાવધ હતી. તે વારેઘડીએ સ્કર્ટ સરખું કરી લેતી હતી. એલીનોર તેની રાબેતા મુજબની ખુરશીમાં બેઠી હતી. કોઈ રાહદારી જુએ તે આખું કુટુંબ શાંતિથી બેઠેલું દેખાય એ રીતે સૌ બેઠા હતા. ભાગેડુઓએ ઘણી સિફતથી બધુ આયોજન કર્યુ હતું. ડાઈનીંગ રૂમની આગલી બારીના પડદાની ફાટમાંથી ગ્લેન ગ્રીફીન આખી શેરી જોઈ શકતો હતો. ઉપરાંત