નિશાચર - 1

(20)
  • 3.5k
  • 1
  • 2.1k

પરોઢ થયા પછી થોડી મીનીટો બાદ તેઓ જંગલમાંથી બહાર નીકળ્યા. ઠંડુ, ભેજવાળુ ધુમ્મસ છવાયેલું હતું. તેઓ ત્રણ જણ હતા. તેમનો ગણવેશ પાનખરના પીળા થતા જતા લીલા પત્તાઓ માં ભળી જતો હતો. મધ્ય-પશ્રિમ ગ્રામીણ વિસ્તારમાં સપાટ પથરાયેલા પડેલા નિર્જન હાઇવે પર તપાસ કરવા તેઓ થોડી ક્ષણો થોભ્યા. બે જણની સહેજ આગળ ચાલતા, ઠસ્સા અને રૂઆબથી ખભા ઉંચા રાખતા અને માથુ એક તરફ ઢાળેલું રાખતા  ઉંચા પાતળા યુવાન તરફથી ઈશારો મળતાં તેઓ ઝડપથી આગળ વધ્યા પણ દોડતા નહોતા. તેઓ હાઇવેને સમાંતર વૃક્ષોની ઝાડી પાછળ ગયા. ટુંક સમયમાં જ, હાઈવે પર કંઈ કે કોઈ દેખાય તે પહેલાં તેઓ એક ફાર્મમાં પહેાંચી ગયા. ત્રણમાંથી